શાળાગીત

* શાળાગીત *

કે.ડી. અમારી જ્ઞાનજ્યોત, દીપક અમે સૌ તેના,

જ્યોતે જ્યોતે અમે સર્જશું, સંસ્કાર સિંચન રૂડા.

ઊંચા સોણલે અમે ચાલશું,

આદર્શોને અમે પાળીશું

ગરજે ભલે સાગર ઘેરો, નહિ કરીશું પરવા

જ્યોતે જ્યોતે અમે સર્જશું, સંસ્કાર સિંચન રૂડા.

ઈતિહાસોની તું રચિતા,

સંતો-મહંતોની તેજસ્વીતા,

જ્ઞાનરૂપી આ વહેણ મહી, કરે વિજ્ઞાનની સેવા,

જ્યોતે જ્યોતે અમે સર્જશું, સંસ્કાર સિંચન રૂડા.

ફોરમ રૂપી શૈશવ ખીલજો,

દિન-દુખિયાની સેવા કરજો.

સુખ અને સમૃદ્ધિ જગમાં વ્યાપે, કરજો કામો એવા,

જ્યોતે જ્યોતે અમે સર્જશું, સંસ્કાર સિંચન રૂડા.