News Record 2

મહંતશ્રી કે.ડી.આદર્શ હાઇસ્કૂલ રામપુરામાં ૬૯ માં સ્વતંત્રતા પર્વની દબદબા ભેર ઉજવણી…

સ્વતંત્રતા પર્વ નિમિત્તે કૃતજ્ઞ રાષ્ટ્ર આઝાદીના વીર શહીદો તથા આઝાદીના લડવૈયાઓને યાદ કરી તેમના જીવનમાંથી પ્રેરણા લે છે. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા મહંતશ્રી કૈલાશપુરીજી ડુંગરપુરીજી આદર્શ હાઇસ્કૂલમાં પૂ. મહંતશ્રી રૂપપુરીજી મહારાજ, રામપુરા મઠ (પ્રમુખશ્રી સંસ્કાર મંડળ રામપુરા) ના વરદ હસ્તે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો હતો. સમારોહમાં સંસ્કાર મંડળના મેનેજિંગ ટ્રસ્ટીશ્રી પૂ.નિર્મલપુરીજી માતાજી(પ્રમુખશ્રી વિવેકાનંદ મહિલા યુવા કેન્દ્ર બનાસકાંઠા), ઉપપ્રમુખશ્રી રામજીભાઇ દેસાઇ, કારોબારી સદસ્ય થાનાજી હરિયાળ, ડીસા નગરના સામાજિક કાર્યકર્તા શ્રી સંજયભાઇ ગેહલોત, સંસ્કાર મંડળના સદસ્યશ્રીઓ, શ્રી જગમાલભાઇ દેસાઇ (ઢેઢાલ) ,રામપુરા તથા આસપાસના ગામોના નાગરિકો, વાલીઓ તથા ભુતપુર્વ વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. જેમા રાસ, નાટક, એકપાત્રિય અભિનય, વક્તવ્ય, દેશભક્તિના ગીતોનો સમાવેશ થાય છે. શાળાના વિધાર્થીઓએ પોતાની ચપળતા તથા શરીર સૌષ્ઠવ બતાવતા પીરામીડ રજુ કર્યા હતા. મેનેજિંગ ટ્રસ્ટીશ્રી પૂ.નિર્મલપુરીજી તથા ઉપસ્થિત વાલીઓએ શાળાના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહીત કર્યા હતા.

પૂ. મહંતશ્રીએ પોતાના પ્રાસંગીક પ્રવચનમા ભારતના પૂર્વ રાષ્ટ્રાપતિ શ્રી એ.પી.જે અબ્દુલ કલામના પ્રેરણાદાયી જીવન માથી શિખ લેવા બાળકોને અનુરોધ કર્યો હતો. તથા પૂ.મહંતશ્રી કૈલાશપુરીજીએ પ્રારંભ કરેલ આ શિક્ષણ યજ્ઞમાં સહભાગી બનવા સુચન કર્યુ હતુ. શાળાના આચાર્યશ્રી જે.એચ.દવે એ પ્રેરક પ્રાસંગીક પ્રવચન કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શ્રી માલદેવભાઇ ગુર્જરે પોતાની આગવી શૈલીમાં કર્યુ હતુ. અંતે કાર્યક્રમની આભારવિધિ શ્રી શંકરભાઇ દવેએ કરી હતી.