Welcome to Adarsh High School, Rampura

જીલ્લા કક્ષાની શાળાકીય તથા મહિલા એથલેટીક્સમાં મહંતશ્રી કે.ડી.આદર્શ હાઇસ્કૂલ-રામપુરાની જવલંત સિધ્ધી..

તા.૨૦/૮/૨૦૧૫ ના રોજ થરા મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની શાળાકીય એથલેટીક્સ સ્પર્ધામાં સદર શાળાના ૧૪ વિધાર્થી ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી ચૌધરી ધનીબેન કે. ૩૦૦૦ મી. દોડમા પ્રથમ, સુથાર જીજ્ઞાબેન ૧૦૦ મી. દોડમા પ્રથમ તથા વારેચા નરેશ ડી. હથોડા ફેંક સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતુ.

તા.૨૧/૮/૨૦૧૫ ના રોજ જલોત્રા મુકામે યોજાયેલ મહિલા એથલેટીક્સ રમતોત્સવમાં શાળાની ૧૧ બહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી ચૌધરી ધનીબેન કે. ૧૦૦ મી.વિધ્ન દોડમા પ્રથમ, સુથાર જીજ્ઞાબેન ૧૦૦ મી. દોડમા પ્રથમ તેમજ ચૌધરી વિનાબેન કે. ૩ કિ.મી. જલદ ચાલમા પ્રથમ આવેલ છે.

તદઉપરાંત જિલ્લા કક્ષાની ટગ ઓફ વોર (રસ્સાખેંચ) સ્પર્ધામા સદર શાળાની બહેનો જિલ્લા કક્ષાએ પ્રથમ આવેલ છે.જેઓ રાજ્યકક્ષાએ જિલ્લાનુ પ્રતિનિધિત્વ કરશે. આ ટીમમાં ચૌધરી પ્રવિણા ડી.,ચૌધરી ભારતી ડી., ચૌધરી સપના યુ., ચૌધરી રવિના એન., ચૌધરી કવિતા એસ.,પ્રજાપતી સંગીતા , ચૌધરી ભાવના એ., ચૌધરી મમતા બી. તથા ચૌધરી ચંદા બી.નો સમાવેશ થાય છે.

વિધાર્થીઓની આ ઝળહળતી સિધ્ધીને શાળાના સંચાલક મંડળના પ્રમુખ માનનિય મહંતશ્રી પૂ.રૂપપુરીજી મહારાજ (રામપુરા મઠ જાગીર), મેનેજિંગ ટ્રસ્ટી પૂ. નિર્મલપુરીજી એ બીરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
આ ખેલાડીઓને તૈયાર કરવામાં શાળાના વ્યાયામ શિક્ષકો શ્રી ડી.એસ.રાજપુત તથા પી.બી.રાવલ નુ યોગદાન રહેલુ છે.

More...
NEWS SECTION

મહંતશ્રી કે.ડી.આદર્શ હાઇસ્કૂલ રામપુરામાં ૬૯ માં સ્વતંત્રતા

More..

મહંતશ્રી કે.ડી.આદર્શ હાઇસ્કૂલ-રામપુરામાં જિલ્લા કક્ષાની ટગ

More..
ARCHIVE NEWS >>